વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?


SHARE







મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?

મોરબીની ગત પેટા ચૂંટણીમાં તે સમયના મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલ આવ્યા હતા ત્યારે તેઓને મોરબીના એક માત્ર એલઇ ગ્રાઉન્ડમાં યુવાનો ક્રિકેટ રમી શકે તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરી શકે છે માટે આ મેદાનમાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે જેના કારણે મેદાન બગડી જાય છે માટે તેને અન્ય સ્થળે ખસેડવા માટે રજૂઆત કરી હતી અને તે વખતે કલેક્ટરને સૌરભભાઈ પટેલે આ મેદાનમાં મેળાનું આયોજન નહિ કરવામાં સૂચન પણ આપી હતી તેમ છતાં પણ આ વર્ષે ત્યાં જ મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે જ યુવાનોએ તે મેળાનું સ્થાન બદલવામાં આવે તેવી માંગ કરી હતી જો કે તેને નજરઅંદાજ કરીને સરકારી તંત્ર દ્વારા મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખી છે જેથી કરીને યુવાનોમાં ભારે રોષની લાગણી છે અને શા માટે તંત્ર દ્વારા યુવાનોની વારંવારની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવે છે તેવો સવાલ કરવામાં આવેલ છે




Latest News