મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ લઈ લીધો હોવાની શંકાએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં મોબાઈલ લઈ લીધો હોવાની શંકાએ છરીના ઘા મારીને મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ

મોરબીના વેજીટેબલ રોડે બહેનના ઘરે રહેતો યુવાન તેના મિત્રો સાથે માતાના મઢ જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પમાં સેવા આપવા માટે થઈને જઈ રહ્યો હતો ત્યારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે મોબાઈલ બાબતે વાતચીત કરીને તે યુવાનના મિત્રે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્રણ પૈકીના એક યુવાનને છાતીના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના બહેન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન ઉર્ફે દાઢી જામ મીયાણા રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે તેઓનો ભાઈ શામજીભાઈ પોપટભાઈ ચાવડા (30) તથા તેના મિત્રો ગાડીમાં માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરવા માટે જય રહ્યા હતા ત્યારે કાર ઉભી રાખતની સાથે જ ઈરફાન દાઢીએ મોબાઈલ મૃતક અને તેની સાથે રહેતા તેના મિત્રે લઈ લીધો હોવાની શંકા રાખીને ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે શામજીભાઈજગદીશભાઈ અને પ્રભુભાઈને છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકેટૂંકી સારવાર દરમિયાન શામજીભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હત્યા તેમજ એટ્રોસીટીના આ ગુનામાં એસસી એસટી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમના દિલીપભાઇ ચૌધરી અને મેહુલભાઈ ઠાકર દ્વારા આરોપી ઇરફાન ઉર્ફે દાઢી ગુલામભાઇ જામ જાતે મીયાણા (25) રહે. હાલ ધરમપુર મોરબી મૂળ રહે માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News