ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

જે ભક્તો લસણ કે ડુંગળી પણ ન ખાતા હોય તેઓને પ્રસાદના નામે ચરબીના લાડુ ખવડાવ્યા, તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ કરનારાઓને કઠોર સજા થવી જોઇએ: જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી મહારાજ


SHARE











મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે હાલમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે દરમિયાન આજે દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી મહારાજ ત્યાં આવ્યા હતા અને તેમણે પોતાની વાતમાં ગુરુનો મહિમા સમજાવ્યો હતો અને એ ઉપરાંત હાલમાં તિરુપતિ મંદિર ખાતે પ્રસાદમાં હિન્દુઓની લાગણી અને આસ્થાને ઠેસ પહોંચે તેવી જે ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે જે લોકો લસણ અને ડુંગળી પણ નથી ખાતા તેમને ચરબીના લાડુ ખવડાવ્યા છે જે ખરેખર હિન્દુઓ સાથે મોટો છલ છે અને તિરૂપતિ પ્રસાદમાં ભેળસેળ કરીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચાડનારાઓને કઠોર સજા થવી જોઈએ તેવી તેઓને લાગણી વ્યક્ત કરી હતી

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સંત કેશવાનંદ બાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિત્તે અગ્નિ અખાડાના મહામંડલેશ્વર અને કેશવાનંદ બાપુના શીષ્યા કંકેશ્વરી દેવીજી અને સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્વારકામાં સવાસો વર્ષ સુધી કૃષ્ણ ભગવાને જે કૃષ્ણ લીલાઓ કરી તેને કેન્દ્રસ્થાનમાં રાખીને આ ભાગવત સપ્તાહ નું જગતગુરુ દ્વારાચાર્ય મુલુક પીઠાધેશ્વર પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા તેની આગવી શૈલીમાં રસપાન કરવામાં આવ્યું છે અને આજે કથાનો છેલ્લો દિવસ છે.

ત્યારે દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સહદાનંદ મહારાજ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હિન્દુઓને સંગઠિત થવા માટે થઈને ટકોર કરી હતી તેની સાથોસાથ ગુરુની મહિમાને પણ તેઓએ સમજાવી હતી આ ઉપરાંત તાજેતરમાં તિરૂપતિ મંદિરમાં પ્રસાદને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને ધ્યાને રાખીને કહ્યું હતું કે તિરૂપતિ મંદિરની ઘટના હિન્દુઓ સાથે મોટો છલ કહી શકાય તેમ છે કારણ કે તિરૂપતિ મંદિરમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો ત્યાં દર્શન કરવામાં આવી છે અને દરરોજ કરોડો રૂપિયાનું દાન ત્યાં મળતું હોય છે જો આ મંદિર દ્વારા એક લાખ ગાયોનો સમાવેશ કરી શકાય તેવી ગૌશાળા રાખીને ત્યાંથી જ ઘી મેળવીને પ્રસાદ બનાવવામાં આવતો હોત તો આવી ઘટના ન બની હોત.

આટલું જ નહીં પરંતુ તેમણે એવું પણ કહ્યું હતું કે ન માત્ર તિરૂપતિ પરંતુ કોઈ પણ ધાર્મિક સ્થળ ની અંદર કોઈપણ સરકાર હોય સરકારનો હસ્તક્ષેપ તેમાં હોવો જોઈએ નહીં અને ધર્મચાર્યના આદેશનું ધાર્મિક સંસ્થાઓની અંદર પાલન થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. તિરૂપતિના પ્રસાદ ની અંદર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવી ઘટના બની છે અને જે લોકો લસણ કે ડુંગળી પણ ન ખાતા હોય તેઓને પ્રસાદના નામે ચરબીના લાડુ ખવડાવવામાં આવ્યા છે જેથી કરીને તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ કરનારા જે કોઈ હોય તેમને કઠોર સજા કરવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકશે.






Latest News