ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરીને બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો


SHARE











મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરીને બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ડીડીટી પાવડર ભરેલી ગાડી ગોડાઉનમાં ખાલી કરવા માટે ગાડી રિવર્સમાં લેવડાવી રહ્યા હતા દરમિયાન બ્લેક કલરની વર્ના ગાડીમાં બેઠેલા બે શખ્સો દ્વારા તેમને ગાળો આપીને ઝપાઝપી કરવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા પાલિકાના કર્મચારી દ્વારા હાલમાં ગાડીમાં બેઠેલા બે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર ગામે મોટી ડેલી પાસે રહેતા નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા (35) હાલમાં પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેણે બ્લેક કલરની વર્ના ગાડી નંબર જીજે 3 એલબી 1319 ના ચાલક અને તેની સાથે ગાડીમાં બેસેલ વ્યક્તિ આમ બે શખ્સોની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રેન બસેરા પાસે ભગુભાઈ ભજીયા વાળાની સામેના ભાગમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં છાંટવા માટે થઈને જે ડીડીટી પાવડર ભરેલી ગાડી આવી હતી તે ગાડીને માલ ગોડાઉનમાં મૂકવા માટે રિવર્સમાં લેવડાવી રહ્યા હતા અને બીજા વાહનો ઉભા રખાવેલ હતા ત્યારે બ્લેક કલરની વર્ના ગાડીમાં આવેલા વાહન ચાલક તથા તેની સાથે બેઠેલા અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદીને ગાળો આપવામાં આવી હતી અને ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી માટે ભોગ બનેલા કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતો મીત સોંડાભાઈ શિયાળ (16) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું અને બાળકને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન  સારવારમાં

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર લોરીસન સીરામીકમાં રહેતો અને મજૂરી કામ કરતો કમલ જાદવ (19) નામનો યુવાન બેલા ગામ નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યો હતો ત્યારે તે કોઈ કારણોસર અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા તે યુવાનને ઇજા થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News