મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE







મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર શક્તિ ચેમ્બર પાસે આવેલ જે.કે. ટાઇલ્સ અને સેનેટરી વેર નામના ખુલ્લા વાડામાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી સેન્ટ્રો ગાડીમાંથી દારૂની 75 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા વાહન મળીને કુલ 1,46,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના નેશનલ હાઈવે રોડ પર આવેલ શક્તિ ચેમ્બર પાસે એમ.બી. હોટલની સામેના ભાગમાં આવેલ જે.કે. ટાઈલ્સ અને સેનેટરીવેર નામના ખુલ્લા વાડામાં પડેલ સેન્ટ્રોં ગાડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને સેન્ટ્રો ગાડીને ચેક કરતાં તે ગાડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 75 બોટલો મળી આવતા 96,740 ની કિંમતનો દારૂનો જથ્થો તથા પચાસ હજાર રૂપિયાની કિંમતની ગાડી આમ મળીને 1,46,740 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને જયારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી રાજદિપસિંહ ઉર્ફે રાજા વિક્રમસિંહ સરવૈયા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી વાળો હાજર ન હોવાથી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News