મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની સુથાર શેરીમાં રહેતા આધેડને બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીની સુથાર શેરીમાં રહેતા આધેડને બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું

મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ સુથાર શેરીમાં રહેતા આધેડને બીમારી હતી અને તેને ઓપરેશન કરાવ્યું હતું ત્યાર પછીથી તેને માનસિક તકલીફ રહેતી હતી જેથી કંટાળીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને ઘરમાં આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ સુથાર શેરીમાં મામાદેવના મંદિરની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ દામજીભાઈ છનિયારા (53)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ રાજેશભાઈ દામજીભાઈ છનિયારા (51) રહે. સુથાર શેરી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા એકાદ વર્ષથી મૃતકને ફેફસાની બીમારી હતી તેમજ તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર પછીથી તેઓને માનસિક તકલીફ રહેતી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે અંતિમ પગલું ભર્યું છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળેલ હોય જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-8 માં રહેતા વિનોદભાઈ ચમનભાઈ ડાભી (50) નામના આધેડ બાઈક લઈને મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો. જેમાં વિનોદભાઈને ઇજાઓ થયેલ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા હનીફભાઈ બચુભાઈ માંકડીયા (60) ને વજેપર શેરી નં- 11 માં થયેલ મારામારીના બનાવવામાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News