મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

હળવદ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ-UDID કાર્ડ માટે કેમ્પ યોજાયો


SHARE







હળવદ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ-UDID કાર્ડ માટે કેમ્પ યોજાયો

મોરબીના હળવદ ખાતે “માન.મુખ્યમંત્રીના ૧૦૦ દિવસ સંકલ્પ” અન્વયે હળવદ તાલુકાનાં દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ તેમજ સમાજ સુરક્ષા કચેરી મોરબીના ઉપક્રમે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરી સર્ટિફિકેટ તેમજ UDID કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ૧૭૯ દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લીધેલ હતો.આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા, ભરતભાઈ સોલંકી, સિવિલ હોસ્પિટલ મોરબીના ઋષાંગ વૈષ્ણાની, આંખના સર્જન ડૉ. પનારા, માનસિક રોગના ડૉ.અમિત દિવેચા, તેમજ હળવદ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી તપનભાઈ દવે, સંસ્થાના મંત્રી જિતેન્દ્રભાઈ જોશી, તેમજ સમગ્ર શિક્ષા અભિયાન મોરબીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ તેમજ દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન સાપકડા એ સહયોગ કર્યો હતો.






Latest News