મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મોડપર અને વાંકાનેરના જાલસીકા ગામે પાણીમાં ડૂબી જવાથી કુલ બે યુવાનના મોત


SHARE







મોરબીના મોડપર અને વાંકાનેરના જાલસીકા ગામે પાણીમાં ડૂબી જવાથી કુલ બે યુવાનના મોત

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે નદીમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું આવી જ રીતે મોરબીના મોડપર ગામ પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાના લીધે એક યુવાનનું મોત થયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વખતે પ્રમાણે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે રહેતો ભાવેશભાઈ રાવતભાઇ ડાંગર (42) નામનો યુવાન મચ્છુ નદીના પાણીમાં તણાઈ ગયો હતો. જેથી તેની શોધખોળ મોરબી, વાંકાનેર, હળવદ અને રાજકોટના ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને તેના ડેડબોડીને ગઈકાલે પાણીમાંથી બહાર કાઢીને મૃતકના પરિવારજનને સોંપવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ભાવેશભાઈ ડાંગર મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે તે મચ્છુ નદીના પાણીમાં તણાઈ ગયો હતો. અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયુ હતું જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવી જ રીતે મોરબી તાલુકાના મોડપર ગામ પાસે આવેલા પાણીના વોંકળામાં ડૂબી જવાના કારણે નવઘણભાઈ ભીમજીભાઇ મગવાણીયા (19) રહે. મોડપર વાળાનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને સાગરભાઇ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે






Latest News