મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) ગામે રહેતી યુવતીનો ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીના બેલા (આ) ગામે રહેતી યુવતીનો ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતી યુવતીએ પોતે પોતાની જાતે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા ઘેલાભાઈ ભરવાડની 18 વર્ષની દીકરી હિરલબેને પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈપણ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેનો ભાઈ કિસાન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો જો કે, ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જીલુભાઈ ગોગરા ચલાવી રહ્યા છે અને યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ હાથ કરવામાં આવી છે

પાંચ બોટલ દારૂ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,700 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેબુબભાઇ ઉર્ફે ઇમરાન ઉર્ફે અયુબ યુસુફભાઈ મકરાણી (30) રહે. વીસીપરા ગુલાબનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવે છે




Latest News