મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE







ટંકારાના નસીતપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો યોગેશ જાદવજીભાઈ લાડોલા (22) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા કૌશલબેન ઇમરાનભાઈ અજમેરી (30) નામની મહિલાને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી છે.

બાઈકમાંથી પડી જતાં ઇજા

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા રુક્ષ્મણીબેન નાનજીભાઈ (66) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે.






Latest News