મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં મૃતક મહિલાના પતિ બાદ હવે ભત્રીજાની ધરપકડ


SHARE







મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં મૃતક મહિલાના પતિ બાદ હવે ભત્રીજાની ધરપકડ

મોરબીના સનાળા ગામે મહિલાના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને પરણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે પહેલા મહિલાના પતિની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મૃતક મહિલાના ભત્રીજાનિ ધરપકડ કરવામાં આવેલ છે.

ભરૂચમાં આવેલ નવીનગરી કુકરવાડા રોડ ખાતે રહેતા કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ તેમજ તેઓના પરિવારજન સામે ફરિયાદીની બહેન રેખાબેનને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કેફરિયાદીના મોટા બહેનના આઠેક મહિના પહેલા હસમુખભાઈ સાથે કોર્ટ મેરેજ થયા હતા અને ત્યારબાદ ફરિયાદીની બહેનને હસમુખભાઈ પટેલ અને તેના પરિવારજનો દ્વારા ખોટા બહાના કરીને તેમજ ચારિત્ર્યની ખોટી શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી.

તેમજ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કંટાળીને રેખાબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમે પહેલા આરોપી હસમુખભાઈ વાલજીભાઈ શિરવી (50) રહે. સનાળા વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી જયદીપભાઇ જગદીશભાઇ શિરવી જાતે પટેલ (27) રહે. રાધે હાઇટ્સ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News