મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મોરબીના બે શખ્સ પકડાયા: 7.96 લાખના ડ્રગ્સ સહિત 13.48 લાખનો મુદામાલ કબજે


SHARE







હળવદ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મોરબીના બે શખ્સ પકડાયા: 7.96 લાખના ડ્રગ્સ સહિત 13.48 લાખનો મુદામાલ કબજે

અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીકથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરી હતી અને તે કારમાં જઈ રહેલા બે શખ્સોની પાસેથી 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ડ્રગ્સ સહિત કુલ 13.48 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો.

મોરબી જિલ્લા એસઓજીની ટીમે અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે બાતમી આધારે બ્રેઝા ગાડીને રોકી હતી ત્યારે બ્રેઝા ગાડી નંબર GJ-36-AC-4325માં જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા અને તેની પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો જેની કિંમત 7,96,800, ત્રણ મોબાઈલ જેની કિંમત 11,000 તેમજ પાંચ લાખની ગાડી આમ કુલ મળીને 13,48,800 નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઇ ઉર્ફે લાલો મધુભાઇ નિમાવત (35) રહે. ખત્રીવાડ શેરી નં.6 મોરબી તથા અહેમદ દાઉદભાઇ સુમરા (33) રહે. ગુલાબનગર વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નાર્કોટિક્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવેલ છે.






Latest News