વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કરી કટ !: માળિયા (મી) તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીની ઝંખના, ઉપરવાસમાં પાણીનો બેફામ બગાડ, તંત્ર મૌન ? મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે બંધ પડેલા મિરેકલ સિરામિક કારખાનામાં જુગારની રેડ, કારખાનેદાર સહિત પાંચ પકડાયા: મોરબીમાં જુગારની ત્રણ રેડ


SHARE











વાંકાનેરના ઢુવા પાસે બંધ પડેલા મિરેકલ સિરામિક કારખાનામાં જુગારની રેડ, કારખાનેદાર સહિત પાંચ પકડાયા: મોરબીમાં જુગારની ત્રણ રેડ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલા બંધ પડેલા કારખાનામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા કારખાનેદાર સહિત કુલ મળીને પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,56,000 ની રોકડ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં વરમોરા કારખાનાની પાછળ આવેલ મિરેકલ સિરામિક નામના બંધ કારખાનામાં શિવ પેલેટના રૂમમાં જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનેદાર યશવંતભાઈ મગનભાઈ દલસાણીયા (36) રહે. રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કૂલ સામે શક્તિ ટાઉનશીપ લોટસ એપાર્ટમેન્ટ બ્લોક નં-602 મોરબી, અમિતભાઈ દલીચંદભાઈ વરમોરા (37) રહે. આલાપ રોડ ખોડીયાર નગર પટેલ સોસાયટી સી બિલ્ડીંગ બ્લોક નં-301 મોરબી, પ્રકાશભાઈ શીવાભાઈ ચાપાણી (42) રહે. બેલા (રંગપર), જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ માલાસણા (43) રહે. ઉમા ટાઉનશીપ માધવ એપાર્ટમેન્ટ બ્લોક નં-401 મોરબી અને વિપુલભાઈ ખીમજીભાઇ અમૃતિયા (42) રહે. જેતપર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,56000 રોકડા કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં વીસી ફાટક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા પરસોતમભાઈ લાભુભાઈ વરાણીયા (32) રહે. વીસીપરા શેરી નં-3 મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 10,500 ની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે વરલી જુગારની બીજી રેડ વીસી ફાટક પાસે જ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મહેશભાઈ બચુભાઈ ઝંઝવાડીયા (40) રહે. વીસીપરા શેરી નં-3 વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 1,500 રૂપિયાની રોકડ કબજે કરી હતી આ ઉપરાંત જુગારની ત્રીજી રેડ મોરબી નગરપાલિકાના નવા બનતા બિલ્ડીંગ પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં ચકલા પોપટનો જુગાર રમાડવાના સાહિત્ય સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 460 ની રોકડ કબજે કરી હતી અને આરોપી મોસીનભાઈ રહીમભાઈ દલ (29) રહે. ક્રિષ્ના પાર્ક બાવનશા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી આમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી છે






Latest News