મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક ડમ્પર ચાલકે કચડી નાખેલ યુવાનનો જીવ બચાવવા પગ કપવો પડ્યો


SHARE







મોરબીના ટિંબડી નજીક ડમ્પર ચાલકે કચડી નાખેલ યુવાનનો જીવ બચાવવા પગ કપવો પડ્યો

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ અંબે ફાર્મ કંપની તરફ જતા કાચા રસ્તા ઉપરથી યુવાન પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાન રસ્તા ઉપર પડી ગયો હતો અને તેના પગ ઉપરથી ડમ્પરના વ્હીલ ફરી જતા તેને ગંભીર ઇજા થયેલ હતી અને આ યુવાનનો ડાબો પગ ઢીંચણથી નીચેના ભાગમાં ઓપરેશન કરીને કાપવો પડ્યો હતો અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલાક પોતાનું વાહન લઇને નાશી ગયેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં અંકલેશ્વર ખાતે રહેતો મોહનભાઈ રાજેન્દ્રભાઈ શર્મા (44) નામના યુવાને ડમ્પર નંબર જીજે 12 એઝેડ 9257 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ટિંબડી ગામના પાટીયા નજીક આવેલ અંબે ફાર્મ કંપની તરફ જવાના કાચા રસ્તા ઉપરથી ચાલીને તે જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે ફરિયાદીને હડફેટે લેતા ફરિયાદી યુવાન રસ્તા ઉપર પડી ગયો હતો અને તેના ડાબા પગ ઉપરથી ડમ્પરનું વ્હીલ ફરી ગયું હતું જેથી તે યુવાનને ગંભીર ઇજા થતાં તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળુ વાહન લઈને ઘટના સ્થળેથી નાશી ગયેલ હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા ફરિયાદી યુવાનને ગંભીર ઈજા થયેલ હોવાથી તેનો ઢીંચણથી નીચેના ભાગનો પગ ઓપરેશન કરીને કાપવો પડ્યો છે. હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં રહેતા અજીત નિરંજનભાઈ (35) નામના યુવાનને પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News