ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી  જિલ્લામાં પોલીસની તાલીમમાં ન ગયેલા ત્રણ પોલીસકર્મી સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી  જિલ્લામાંથી પોલીસની તાલીમમાં ન ગયેલા ત્રણ પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને તાલીમમાં જવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેને તાલીમમાં જવા માટે છૂટા પણ કર્યા હતા તો પણ આ પોલીસ કર્મીઓ ચોકી સોરઠ ખાતે તાલીમમાં ગયા ન હતા જેથી તે ત્રણેય પોલીસ કર્મીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા રિઝર્વ પીઆઇ સહદેવસિંહ માવસંગભા ચૌહાણએ હાલમાં પોલીસ કર્મચારી સંજયકુમાર રાયધનભાઇ ડાંગરખાલીદખાન રફીકભાઇ કુરેશી અને મિત્તેષકુમાર લલીતભાઇ સોલંકી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છેજેમાં જણાવ્યુ છે કે, આ ત્રણેય પોલીસ કર્મચારીને બેઝીક ગુજરાત કેડર કોર્ષ (ADI Basic) તાલીમ લેવા માટે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે જવાનું હતું જેના માટે છુટા કરવામાં આવ્યા હતા તો પણ આ પોલીસ કર્મચારીએ આદેશનું પાલન કર્યું ન હતું અને આદેશનો આદર કરવાની ફરજ હોવા છતા કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કર્યો હતો અને ફરજમાં ગફલત રાખીને કાયદેસરની ફરજ ઉપર હાજર ન થઇને મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહ્યા હતા. જેથી કરીને હાલમાં ત્રણેય પોલીસ કર્મી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જી.પી.એક્ટ કલમ ૧૪૫(૨) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News