મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત


SHARE











વાંકાનેરના મહિકા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત

વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરીકામ કરતી યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને લાવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે ગુલાબભાઈ હુસેનભાઇની વાડીએ રહીને મજૂરીકામ કરતા પરિવારની શુભાનીબેન સભાભાઇ ચૌહાણ (20) નામની મહિલાએ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ આ મહિલાના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર.બેરાણી ચલાવી રહ્યા છે

છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત

મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે બનાવમાં અજયભાઈ નારસિંગભાઈ આર્ય (20) રહે. ખરેડા અને બળદેવભાઈ હિતેશભાઈ (27) વાંકડા વાળાઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી

આધેડ સારવારમાં

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પાલાભાઈ (54) વાળા મોરબીના રંગપર ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો અને તેઓને ઈજા થયેલ હતી જેથી આધેડને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક કપાસ જે.બી.પરમાર દ્વારા કરવામાં આવી હતી

રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલ સામે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહેશભાઈ જેઠાભાઇ અગેચાણીયા (23) અને જયેશ મુન્નાભાઈ રોજાસરા (5) રહે. વાડી વિસ્તાર ધુતારી ગાયત્રી આશ્રમ સામે કંડલા બાયપાસ રોડ મોરબી વાળાઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી આગળની વધુ તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News