ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદમાં વિશ્વ પાર્ક સોસાયટીમાં ઘરમાંથી  સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ મળીને 71 હજારની ચોરી


SHARE







હળવદમાં વિશ્વ પાર્ક સોસાયટીમાં ઘરમાંથી  સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ મળીને 71 હજારની ચોરી

હળવદમાં પટેલ છાત્રાલય પાસે આવેલ વિશ્વ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે અને તેના ઘરના દરવાજા, બેડરૂમ અને તિજોરીના લોક તોડી તેમાંથી રોકડા પંદર હજાર રૂપિયા તથા સોના ચાંદીના દાગીના તેમજ ચાંદીના સિક્કા આમ કુલ મળીને 71,650 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં પટેલ છાત્રાલય પાસે આવેલ વિશ્વા પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી મૂળ ધંધૂકાના રહેવાસી અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર જાતે દલવાડી (40)એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનું ઘર ગત તા/ 29/6/24 ના સવારના દસ વાગ્યાથી તા. 1/7/24 ના સવારના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરને નિશાન બનાવીને ઘરના મુખ્ય દરવાજાનો લોક તોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બેડરૂમના દરવાજાનો લોક તોડીને ત્યાં રાખવામાં આવેલ તિજોરીના લોક તોડ્યો હતો અને તિજોરીમાંથી રોકડા 15,000 રૂપિયા તથા 46,650 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને દસ હજાર રૂપિયાની કિંમતના ચાંદીના સિક્કા આમ કુલ મળીને 71,650 ની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનને મારમાર્યો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્કમાં યમુના નગરમાં રહેતા મહેન્દ્ર પરબતભાઈ ડાંગર (40) નામના યુવાનને હાથે પગે ધોકા પડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
મૂળ રાજસ્થાનના ભોજપરના રહેવાતી જગદીશરામ મોહનરામ બિશ્નોઈ (40) નામના યુવાનને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News