ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી-એનએસયુઆઈ દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ


SHARE







મોરબીમાં એબીવીપી-એનએસયુઈ દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી માં કરવામાં આવેલ વધારો પાછો ખેંચવાની માંગ

ગુજરાતમાં આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજની વિદ્યાર્થીઓની ફી માં ચાલુ વર્ષથી 70 થી 80 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેથી કરીને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાનું સપનું ક્યારે પણ સાકાર થઈ શકે તેમ નથી. માટે આ ફી વધારોનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીએમએઆરએસ મેડિકલ કોલેજ ખાતે શુક્રવારે સવારે 11 વાગ્યે એબીવીપીના હોદ્દેદારો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને ત્યાં પહોચ્યા હતા અને ફી વધારો પાછો ખેંચવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે મેડિકલ કોલેજના ડિન ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ફી વધારો જે કરવામાં આવ્યું છે તે ફી વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગણી એબીવીપી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે 12 વાગ્યાના અરસામાં મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એનએસયુઆઈના પ્રમુખની આગેવાની હેઠળ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડીનને ફી વધારો પાછો ખેંચવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી. અને આ તકે એનએસયુના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા નકલી 500 ની ચલણી નોટોનો વરસાદ કરીને વિદ્યાર્થીઓની ફી માં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો ફી માં કરવામાં આવેલ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં એનએસયુદ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News