ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીને ગૌમાતાને લાડું જમાડી શ્રધ્ધાંજલિ પાઠવી


SHARE







મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીને ગૌમાતાને લાડું જમાડી શ્રધ્ધાંજલિ પાઠવી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી સ્વ. કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજાનું તા. 19 જુનના રોજ દુખદ અવસાન થયું હતું. જેથી તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે અષાઢી બીજના રોજ ગૌમાતાને લાડું ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પડધરી તાલુકાના નાનાવડા ગામ ખાતે આવેલ દાતાર ગૌશાળામાં 600 થી વધુ ગૌમાતાઓ છે. ત્યાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મનોજભાઈ ઉઘરેજા, કમલેશભાઈ ઉઘરેજા, મુકેશભાઈ આંખજા, રાકેશભાઈ બરાસરા, જયભાઈ મેરજા, ચેતનાબેન કાસુન્દ્રા, આશાબેન બોખાણી, નિતાબેન, ઉર્વશીબેન, ગુનગુનબેન, જાગૃતિબેન, પંકજભાઈ, દિપકભાઈ, બકાભાઈ, પ્રફુલભાઈ આંખજા, બ્રિજેશભાઈ, નિલભાઈ ભોજાણી, અશ્વીનભાઈ પ્રજાપતિ, કરણભાઈ કાસુન્દ્રા સહિતના સભ્યો હાજર રહ્યા હતા અને ગૌમાતાને લાડુ જમાડિયા હતા આ સેવકાર્યને ગૌશાળાના મહંત હસુ ભગતે બિરદાવ્યું હતું.






Latest News