મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસે ચોર સમજીને માર મારીને અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના ભરતનગર ગામ પાસે ચોર સમજીને માર મારીને અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબી નજીકના ભરતનગર ગામ પાસે રોયલ વે બ્રિજ પાસે અજાણ્યા 25 થી 40 વર્ષના યુવાનને ચોર સમજીને પકડવામાં આવ્યો હતો. ત્યારે યુવાનને માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ માર્યો હોવાથી તે યુવાનની સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે થોડા દિવસો પહેલા રાત્રિના સમયે આંટાફેરા મારતા એક શખ્સને સ્થાનિક લોકોએ ચોર સમજીને પકડ્યો હતો અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો દરમ્યાન તે યુવાને ભગવાનો પ્રયાસ કર્યો હતો તેવામાં પોલીસે ત્યાં આવી હતી અને તે યુવાનને માથામાં ઇજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા. અને ત્યાં સારવાર દરમિયાન તેને અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવવામાં આવ્યું હતું. અને બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

મોરબી તાલુકા પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવૈ છે જો કે, હજુ સુધી મૃતક યુવનની ઓળખ મળેલ નથી પરંતુ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટીમે હત્યાના આ ગુનામાં આરોપી આનંદ વિઠ્ઠલભાઈ ભૂવા જાતે પટેલ (25) રહે. ભરતનગર અને ગુજારીયાભાઈ વેલજિયાભાઈ અસ્તિયા (30) રહે. મૂળ એમપી હાલ ચુનીભાઈ કસૂન્દ્રાની વાડીએ ભરતનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો દ્વારા મૃતક યુવાનને માર મરવામાં આવ્યો હતો તેવી માહિતી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા સીદીકભાઈ સલીમભાઈ સામતાણી (38) નામનો યુવાન ઘરેથી બહાર જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર તે પડી જતા તેને ડાબા હાથે ઇજા થવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનવાની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો તે બનાવમાં સુનીતાબેન ખીમજીભાઇ પરમાર (35) રહે. રફાળેશ્વર વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News