મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓના પ્રશ્નો દૂર કરવા માટે સાંસદે કેન્દ્રિય મંત્રીને કરી રજુઆત


SHARE







મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓના પ્રશ્નો દૂર કરવા માટે સાંસદે કેન્દ્રિય મંત્રીને કરી રજુઆત

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાના અગર આવેલ છે અને અગરિયાઓના ઘણા પ્રશ્નો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી સુરેન્દ્રનગરના સાંસદે કેન્દ્રિય મંત્રીને તે માટેની લેખિત રજૂઆત કરેલ છે. અને અગરિયાઓને ભારે વાહન સાથે અગરમાં જવાની છૂટ આપવાની ભલામણ કરેલ છે.

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવને લેખિત રજુઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં રણકાંઠામાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા અગરીયાઓના પરિવારો વર્ષોથી ત્યાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા તાલુકાના રણ વિસ્તારને વન અભ્યારણ્ય જાહેર કરાયું છે. જેથી અગરિયાઓને પોતાના અગરમાં જવા માટે પણ હેરાન થવું પડે છે. અને ભારે વાહન લઈ જવાની વન વિભાગના અધિકારીઓ મનાઈ કરે છે. માટે ત્યાં અધિકારીઓ સાથે કાયમી સંઘર્ષ જેવી પરિસ્થિતિ હોય છે જેથી કરીને આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટેની રજૂઆત કરી છે.






Latest News