મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મુંબઈમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોકમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ


SHARE







મોરબીના નગર દરવાજા ચોકમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ
 

રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હિન્દુઓ માટે જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેનો વિરોધ ઠેરઠેર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં કમલેશભાઈ બોરિચાની આગેવાનીમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ જેમાં મહાકાલ ગ્રૂપ, એકતા એજ લક્ષ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, ઠાકોર સેના, મહાકાલ સેના તથા અન્ય સામાજિક સંગઠનના હોદેદારો સહિતના લોકો જોડાયા હતા અને રાહુલ ગાંધી હાય હાય, પપ્પુ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીના પૂતળાને પેટ્રોલ છાંટીને લઈ આવ્યા હતા. જો કે, તેને કાંડી ચાંપવામાં આવે તે પહેલા પોલીસે હિન્દુ સંગઠનના આગેવાનો પાસેથી પૂતળું આંચકી લીધું હતું. ત્યાર બાદ આગેવાનોએ રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા હતા અને દેશની સંસદમાં હિન્દૂ સમાજની લાગણી દુભાઇ તેવી ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ કરી હતી અને જો માફી નહિ માંગે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.






Latest News