ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં 24 કલાકમાં અડધાથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ: પાલિકાની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ !


SHARE











મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં 24 કલાકમાં અડધાથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ: પાલિકાની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ !

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને ટંકારામાં સૌથી વધુ દોઢ ઇંચ અને હળવદ તાલુકામાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને બાકી છૂટો છવાયા વરસાદ હતો જોકે મોરબીમાં માત્ર અડધો ઇંચ જેટલા વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ચોમેર ગંદકીનું સામ્રાજ્ય હોય તેઓ ઘાટ સર્જાયો હતો જેથી પાલિકાની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને જુદા જુદા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે બપોરે મોરબીમાં અસહ્ય બફારો હતો ત્યારબાદ સાંજના સમયે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં હળવો ભારે વરસાદ પડ્યો હતો જો સરકારી ચોપડે નોંધાયેલા આંકડા ઉપર નજર કરીએ તો ટંકારા તાલુકામાં 40 એમએમ, હળવદ તાલુકામાં 20 એમએમ, મોરબી તાલુકામાં 10 એમએમ અને માળિયા તથા વાંકાનેર તાલુકામાં એક-એક એમએમ વરસાદ નોંધાયેલ છે. જોકે વરસાદ માપવા માટેના યંત્ર ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને ટંકારા તથા હળવદ તાલુકામાં પોણાથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેથી ખેડૂતોના હૈયે ટાઢક વળી છે.

પરંતુ જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી ન થઈ હોવાના દ્રશ્યો કાલે મોરબીના જુદા જુદા વિસ્તારમાં જોવા મળ્યા હતા. મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો લાતી પ્લોટ મેઇન રોડ, મહેન્દ્રપરા, માધાપરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સાથો સાથ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું જેથી પાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિ-મોનસુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી નાખી હોય તેવો ઘાટ મોરબીમાં સર્જાયો હતો.






Latest News