મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસેથી અપહરણ કરાયેલ સગીરા યુવક સાથે મળી આવી


SHARE







મોરબીના જાંબુડીયા ગામ પાસેથી અપહરણ કરાયેલ સગીરા યુવક સાથે મળી આવી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી એમપી પોલીસે સ્થાનીક પોલીસની સાથે રાખીને તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણની ફરિયાદમાં ભોગ બનેલ સગીરાને હાલ આરોપીની સાથે મોરબીના જાંબુડીયા ગામ ખાતેથી હસ્તગત કરેલ છે અને તપાસના કામે બંનેને એમપી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશ ખાતે નોંધાયેલ અપહરણની ફરિયાદમાં સગીરાનું અપહરણ થયેલું હોય અને ભોગ બનનાર સગીરા તથા આરોપી મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ નજીક હોવાની મળેલ બાતમીના આધારે એમપી પોલીસ મોરબી આવી હતી અને અહીં સ્થાનિક મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને જાંબુડીયા ગામે સર્ચ કરવામાં આવતા ત્યાંથી ભોગ બનેલ સગીરા તથા આરોપી વિકાસ સીતારામ હટીલા (18) રહે.એમપી વાળાઓ મળી આવ્યા હતા.જેથી બંનેને તપાસના કામે એમપી લઈ જવામાં આવ્યા હેવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામે પેટ્રોલ પંપની પાસે બાઈક સાથે બાઇક અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં રાજેન્દ્ર ઉર્ફે રાજેશ દેવાભાઈ ભજગોતર (ઉમર 24) રહે.પ્રકૃતિ સોસાયટી મહેન્દ્રનગર તા.મોરબી વાળાનું બાઈક ભરત દાનાભાઈ રાઠોડ (ઉમર 30) રહે.સરદારપુર તા.જેતપુર જીલ્લો રાજકોટ વાળાના બાઈક સાથે અથડાયું હોય બંનેને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી રાજેન્દ્રભાઈ દેવાભાઈ ભજગોતરને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.હાલ આ અકસ્માત બનાવની નોંધ થતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા તે અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનાની પાછળના ભાગે રહેતા સુનિતાબેન ખીમજીભાઈ પરમાર નામના 29 વર્ષીય મહિલાએ તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી.જેથી તેમને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ધમકી આપવાના ગુનામાં ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનન વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ ઉપર ધમકી આપવાનો એક બનાવ બન્યો હતો.જે બનાવમાં આઈપીસી કલમ 504, 506(2) મુજબ ગુનો નોંધાયો હતો.જેની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.વી.સામાણી ચલાવી રહ્યા હોય તેઓએ ધમકી આપનાર રામજી ઉર્ફે સદીયો ઉર્ફે ગધો વિષ્ણુભાઈ સિહોરા કોળી (21) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ, સુરેશ જેસા ભીમાણી કોળી (21) ધંધો મજૂરી અને સુનિલ જેસા ભીમાણી કોળી (19) ધંધો મજૂરી રહે.ત્રણેય ઇરોક્ષ સીરામીક સામે શોભેશ્વર રોડ સામેકાંઠે મોરબી-૨ ની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.






Latest News