ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામી નારાયણ સંસ્થાએ વધારાની જગ્યા ઉપર બાંધકામ કર્યું હોવાનો ધડાકો, ગેરકાયદે બાંધકામ સંસ્થા જ તોડશે: કલેક્ટર


SHARE







મોરબીમાં સ્વામી નારાયણ સંસ્થાવધારાની જગ્યા ઉપર બાંધકામ કર્યું હોવાનો ધડાકો, ગેરકાયદે બાંધકામ સંસ્થા જ તોડશે: કલેક્ટર

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન નદીના કાંઠે વધારાની જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આગામી સમયમાં સંસ્થા પાસે જ વધારાનું બાંધકામ તોડાવવામાં આવશે તેવું કલેક્ટરને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું છે

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ઝુલતાપુલ નજીક છેલ્લા ઘણા સમયથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ ભવિષ્યમાં જોખમી બની શકે અને તેના કારણે હોનારત સર્જાય તેવી શક્યતા સાથે કલેકટરને અરજી કરવામાં આવી હતી

જેથી કરીને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને ડીએલઆરની એક ટીમ બનાવીને સ્થળ તપાસ કરી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો જે રિપોર્ટમાં ડીએલઆર દ્વારા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સંસ્થા દ્વારા વધારાની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ છે કે, સ્થળ ઉપર બાંધકામના વર્તમાન નિયમો મુજબ બાંધકામ કરવામાં આવ્યું નથી

જેથી આ બાબતે મોરબીમાં કલેક્ટર કે.બી, ઝવેરી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રતિનિધિ દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં કહ્યું હતું કે, તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે મુજબ તેમના દ્વારા કામગીરી કરવામાં આવશે જેથી સંસ્થાનો દિવાલ કે બાંધકામને લઈને કોઈ વિરોધ કે વિનંતી નથી માટે વધારાનું જે કોઈ બાંધકામ કરવામાં આવ્યું હશે તે સંસ્થા પાસે જ તોડાવવામાં આવશે અને મોરબી શહેર તથા તાલુકાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ આગળની કાર્યવાહી કરાશે તેવું કલેકટરે જણાવ્યું છ






Latest News