ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા મીંયાણામાં મોબાઇલ ચોરીની શંકાએ યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







માળીયા મીંયાણામાં મોબાઇલ ચોરીની શંકાએ યુવાન ઉપર છરી વડે હુમલો

માળીયા મીંયાણા ખાતે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં છરી વડે પરપ્રાંતિય યુવાન ઉપર હુમલો કરવામાં આવતા યુવાનને સારવારમાં ખસેડાયો છે.મોબાઈલની ચોરી કરી હોવાની શંકાના આધારે તેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોય તેવું હાલ સુત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબી જીલ્લાના માળીયા મીંયાણા વિસ્તારમાં આવેલ ગુલાબડી વિસ્તારમાં ગત તા.૮ ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઈજા પામેલા જેસીબી ઓપરેટર તરીકે કામ કરતા રામચંદ્ર પટેલ (ઉમર ૨૧) રહે.મુડપેલી પોસ્ટ ચિત્રોલી જીલ્લો સિંગરોલી મધ્યપ્રદેશને અજાણ્યા બે વ્યક્તિએ માર માર્યો હતો તેમજ છરી વડે સાથળના ભાગે ઇજા કરી હોવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના હિતેશભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે માળિયા(મિં.) પોલીસને જાણ કરી હતી.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બે ઈસમો દ્વારા મોબાઈલ ચોરી કરી હોવાની શંકા રાખીને રામચંદ્ર પટેલ નામના પરપ્રાંતિય યુવાન ઉપર છરી વડે હુમલો કરાયો હતો.જોકે આ બનાવ અંગે પોલીસ ચોપડે હજૂ સુધી કોઈ ફરિયાદ નોંધાવવા પામી નથી..!

પાડા પુલ નીચે મારામારી

મોરબીના સામાકાંઠે આવેલા પાડા પુલ નીચે મારામારીનો બનાવ બન્યો હતો.આ મારામારીના બનાવમાં મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મનસુખભાઈ નરસીભાઈ નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલે સારવાર કરવામાં આવ્યા બાદ જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ટીકર ગામે પાણીના ટાંકા પાસે રહેતા મથુરાબેન પરસોતમભાઈ ચાવડા નામના ૬૦ વર્ષના વૃદ્ધા કામ સબબ વાડીએ ગયા હતા. ત્યાં વાડીએથી પરત બાઈકમાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ટીકર ખાતે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલ મથુરાબેન ચાવડાને મોરબી સામાકાંઠેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા ધનીબેન હીરાભાઈ ડાભી નામના ૭૫ વર્ષીય વૃદ્ધાએ તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથક જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના તે વિસ્તારના બીટ જમાદાર એમ.જે.કહાંગરા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News