ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી થતાં પતિએ કરી પત્નીની હત્યા: પોલીસ ઘટના સ્થળે


SHARE











 

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી થતાં પતિએ કરી પત્નીની હત્યા: પોલીસ ઘટના સ્થળે

મોરબી જીલ્લાના હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મહિલાની તેના જ ઘરમાં તેના પતિએ છરીના ઘા મારીને હત્યા કરેલ છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધી (ઉ.૩૫) ની હત્યા તેમના જ પતિ યુનુસભાઈ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં મળી રહેલ માહિતી મુજબ મૃતક મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ તે મહિલાની તેના જ પતિએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખેલ છે.જેથી કરીને પોલીસે હાલમાં ફરિયાદ લેવા માટે અને ફરાર આરોપી પતિને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

વાહન અકસ્માત
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર રહેતા લાલસીંગ ઈશુદરસિંગ (૪૫) નામનો યુવાન મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ ઝુલતા પુલ નજીક એસબીઆઇ બેન્ક પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર અંગેની મોરબી એ ડિવિઝન કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કરસનભાઈ ભગવાનજીભાઈ (૫૧) નામના આધેડ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નાલા પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News