મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધાર્મિક દબાણ દૂર કરવા દબાણકારોને સહકાર આપવા તંત્રની વિનંતી


SHARE







મોરબી જીલ્લામાં ધાર્મિક દબાણ દૂર કરવા દબાણકારોને સહકાર આપવા તંત્રની વિનંતી

સુપ્રીમ કોર્ટ દ્વારા અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે અધિકારીઓને પણ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે તો દબાણકારોને પણ સહકાર આપવા વિનંતી કરી છે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ એસએલપી અન્વયે સુપ્રીમ કોર્ટ નાં તા.૨૯/૯/૨૦૦૯  નાં હુકમથી જાહેર રોડ, જાહેર બગીચા તથા અન્ય જગ્યાઓ જેવી કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા સહિતના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા તમામ રાજ્યોને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.તેમજ નવા ધાર્મિક દબાણો ન  થાય તેની તકેદારી રાખવા જણાવેલ છે.જેના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અન્વયે આવા ધાર્મિક દબાણો દૂર કરવા બાબતે ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા  સમયાંતરે  આપવામાં આવેલ માર્ગદર્શિકા  મુજબ  જિલ્લામાં વર્તમાન ધાર્મિક દબાણો દૂર કરવા બાબતે પ્રાથમિક નોટિસો આપવામાં આવી છે અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સમજૂત કરવા જણાવેલ છે. કોઈ એક ધર્મના બદલે તમામ ધર્મના અનધિકૃત  દબાણો પ્રત્યે જરૂરી કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.જેમાં જાહેર રોડ, જાહેર બગીચા અને જાહેર જગ્યાઓ પર લોકોને નડતરરૂપ ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે આવા ધાર્મિક દબાણો સત્વરે દૂર થાય તે માટે દબાણકારોને આ અંગે પૂરતો સહકાર આપવા અપીલ કરી છે.

જોકે મોરબી નગરપાલીકા દ્વારા હિન્દુ મંદિરોને નોટીસ આપવા માં આવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયા સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણીએ ચર્ચા વિચારણા કરી હતી.






Latest News