મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાનું બાંધકામ તોડતા સમયે દીવાલ નીચે દટાઈ જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાનું બાંધકામ તોડતા સમયે દીવાલ નીચે દટાઈ જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડીની બાજુમાં સીરામીક કારખાનાના  બાંધકામને તોડવાનું કામ ચાલતું હતું ત્યારે દિવાલ પડવાથી દટાઈ જવાના કારણે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મૂજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેનસો ચોકડીની બાજુમાં નિધિ માઇક્રોન નામનું કારખાનું આવેલ છે જેના જૂનું બાંધકામ તોડવા માટેનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન અકસ્માતે દિવાલ પડવાથી ચંદન બજરંગી કશ્યપ (૨૧) રહે. હાલ નિધિ માઈક્રોન સીરામીક સરતાનપર રોડ સેન્સો ચોકડીની બાજુમાં મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળો દટાઈ ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જી. ઝાલા દ્વારા કરવામાં આવી છે






Latest News