સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા પુત્રનું મોત: ઇજા પામેલ પિતા સારવારમાં


SHARE











વાંકાનેરમાં કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા પુત્રનું મોત: ઇજા પામેલ પિતા સારવારમાં

વાંકાનેરના નવાપરામાં વાસુકી દાદાના મંદિર પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યો હતો ત્યારે અલ્ટો ગાડીના ચાલકે તે બાઇકને હડફેટે લીધૂ હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા પિતા પુત્રને ઇજાઓ થઈ હતી અને પુત્રને વધુ ઈજા હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અલ્ટો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ગોડાઉન રોડ ઉપર રહેતા અને મજૂરી કામ કરતા અનવરભાઈ હુસેનભાઇ બુખારી જાતે સૈયદ (૫૦)એ હાલમાં અલ્ટો ગાડી નંબર જીજે ૧૩ એલએલ ૬૦૧૪ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૭/૫ ના રાત્રીના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં તેઓ તેના દીકરા અહમદરજા અનવરભાઈ બુખારી (૧૭) સાથે ડબલ સવારી બાઈકમાં નવાપરા વાસુકી દાદાના મંદિર પાસેથી જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક નંબર જીજે ૩ ડીઇ ૭૮૮૯ ને કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી તથા તેના દીકરાને ઈજાઓ થઈ હતી અને ફરિયાદીના દીકરા અહેમદરજા બુખારીને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ફરિયાદીને પણ જમણા હાથ તેમજ પીઠના ભાગે ઇજાઓ થઇ હોવાથી હાલમાં મૃતકના પિતાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ઝેરી દવા પીધી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ પવિત્ર કુવા પાસે રહેતા શબનમબેન આફતાબભાઈ દરજાદા (૨૫) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણસર તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી






Latest News