મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૫૬ કરોડની ઉચાપતના ગુનામાં પકડાયેલ મેનેજર, ઓડિટર સહિત પાંચ આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં ૧.૫૬ કરોડની ઉચાપતના ગુનામાં પકડાયેલ મેનેજર, ઓડિટર સહિત પાંચ આરોપી જેલ હવાલે

મોરબીમાં તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો રૂમ આવેલ છે તેમાંથી ૧.૫૬ કરોડની ચાપત કરવામાં આવેલ છે જેની ફરિયાદ આધારે પોલીસે અગાઉ ત્યાંના મેનેજર, બૂટિક સેલ્સ ઓફિસર  અને એક રિટેલ સેલ્સ ઓફિસર, એક કારીગર અને એક ઓડિટરની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ રિમાન્ડ ઉપર હતા તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફર્ધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં તાજું કર્યા હતા જો કે, કોર્ટે આરોપીઓના ફર્ધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી કરીને આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ તેના શોરૂમના મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ, ઇરફાન સાદીકભાઇ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઇ સોલંકી સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેનો તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો-રૂમ મોરબીમાં રામચોક પાસે આવેલ છે જેમાં આરોપી નોકરી કરતાં હતા અને આ શો-રૂમમાં મેનેજરની એક જગ્યા ખાલી હતી તેને ભરવામાં આવી ત્યારે સ્ટોક ટેલિ કરતાં સમતે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મેનેજર હરીલાલ સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેઓએ ઘણો બધો સ્ટોક કંપની અને માલીકની જાણ બહાર સ્ટોરની બહાર લઈ ગયેલ છે. તેવુ સ્વીકારેલ હતું અને ત્યાંથી દાગીના લઈ જઈને આરોપીઓએ તે દાગીનાને મુથુટ ફાઈનાન્સ, આઇ.આઇ.એફ.એલ ફાઈનાન્સ તથા ફેડ બેન્કમા મૂક્યા હતા અને તેના આધારે લોન લીધી હતી.

આ આરોપીએ કુલ મળીને ૧૦૪ દાગીનાની ગોલમાલ કરી હતી જેમથી ૩૧ ઘરેણા પાછા મળી ગયેલ છે જો કે, ૭૩ નંગ ઘરેણા તથા ગ્રાહક દિપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા આરોપીઓએ પરત મંગાવી દિપકભાઈને દાગીના પરત નહી આપી ખોટી રીસીપ બનાવી આપેલ હતી અને આ તમામ ઘરેણાની કુલ કિંમત ૧,૫૬,૧૪૦૦૦ થાય છે તેની ઉચાપત કરેલ હતી જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે તપાસનીસ અધિકારી દ્વારા આ ગુનામાં આરોપી મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ અને ઇરફાન સાદીકભાઇ વડગામા અને એક ઓડિટર હિરલભાઈ બિરબલભાઇ કનોજીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીના રિમાન્ડ પૂરા થતાં ફર્ધર રિમાન્ડની માંગણી સાથે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જો કે, કોર્ટે આરોપીઓના ફર્ધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી કરીને હાલમાં મેનેજર, ઓડિટર સહિતના પાંચેય આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે 






Latest News