મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બ્યુટી પાર્લર અને મહેંદીકોર્સનો શુભારંભ, સારા-માઠા પ્રસંગોમાં અનુદાન આપી મદદ કરવા અપિલ


SHARE







મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બ્યુટી પાર્લર અને મહેંદીકોર્સનો શુભારંભ, સારા-માઠા પ્રસંગોમાં અનુદાન આપી મદદ કરવા અપિલ

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહેંદી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહેંદી પ્રતિયોગિતા કરવાનો  ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દીકરીઓ તથા મહિલાઓને બ્યુટી પાર્લર અને મહેંદીનો કોર્સ કરાવવાનો હતો.જરૂરીયાતમંદ પરિવારની દીકરીઓ તથા મહિલાઓ પોતાના પગભર થઈ શકે અને પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે તે ઉમદા હેતુથી આ પ્રતિયોગિતા દ્વારા ફંડ ભેગું કરવામાં આવ્યું હતું.આ દીકરીઓ તથા મહિલાઓને કોર્સ કરાવવાની ઘટતી ફીની રકમનું ફંડ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યો દ્વારા આપવામાં આવ્યું હતું.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ૧ લી મે ના રોજથી આ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ફંડ  ચાવડા રાજલબેન, ચાવડા મીનાબેન, જાગૃતિબેન હડીયલ, અલ્કાબેન વિલપરા, સારંગાબેન ભટ્ટ, સ્મિતાબા જાડેજા, નેહાબેન ભરવાડ, ક્રિષ્નાબેન ભરવાડ, છનિયારા મીનલબેન અને ભગવતીબેન એમ ૧૦ દીકરીઓ-મહિલાઓને શીખવાડવામાં વાપરવામાં આવ્યું છે.મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું આ ત્રીજું વર્ષ શરૂ થયું છે અને તેઓ દ્વારા કરવામાં આવેલ ઉમદા કાર્યને મોરબીની જનતાએ ખૂબ જ બિરદાવેલ છે.જેના પરિણામે આ વર્ષે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોની સંખ્યા બમણી થઈ છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.અત્યાર સુધી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ કોઈપણ ઉમદા કાર્ય માટે બહારથી પૈસા લીધા નથી.ફક્તને ફક્ત મુસ્કાનના સભ્યોએ હંમેશા પોતાના પોકેટમનીમાંથી જ ઉમદા પ્રવૃત્તિઓ કરી છે. પરંતુ, હવે મુસ્કાન વેલ્ફેર સોસાયટી વધુને વધું સારી પ્રવૃત્તિઓ કરવા જઈ રહી છે ત્યારે મોરબીની જનતાના આર્થિક સહયોગની જરૂરિયાત ઉભી થયેલ છે.માટે આપના પરિવારમાં કોઈનો જન્મ દિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈ પ્રસંગ હોય તો તમે મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આપની અનુકૂળતા મુજબ અનુદાન આપીને તેમના પ્રવૃતીને પ્રોત્સાહિત કરી શકો છો.આ અનુદાનનો ઉપયોગ ફક્તને ફક્ત સેવાકીય, સાંસ્કૃતિક, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, રોજગાર જેવા ઉમદા કાર્યોમાં જ કરવામાં આવશે તેની ખાતરી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ આપેલ છે.






Latest News