મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પાસે કાર પલ્ટી જતા બે સગા ભાઈના મોત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE







ટંકારાના નેકનામ પાસે કાર પલ્ટી જતા બે સગા ભાઈના મોત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જવાના રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો જેથી કાર નેકનામ અને દહીસરડા વચ્ચે પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જેમાં મોરબીમાં રહેતા બે સગા ભાઈના મોત નીપજયાં હતા અને બે વ્યક્તિને ઇજા થવાથી સારવારમાં ખસેડાયા હતા

બનાવની મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા ટંકારા તાલુકાના નેકનામ ગામેથી પડધરી તરફ જવાના રસ્તા ઉપરથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩ એનએફ ૬૬૪૨ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં મોરબીના વિસીપરામાં રહેતા સોયબભાઈ હૈદરભાઈ જેડા અને અલ્તાફભાઈ હૈદરભાઈ જેડા નામના બે સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા અને આ બનાવમાં શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા તથા સંજય અવચરભાઈ જંજવાળીયાને ઈજા થઈ હતી જેથી તેને ૧૦૮ મારફતે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News