મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વાવડી રોડે જાહેરમાં બ્લેડ વડે પોતાના હાથે છેકા મારીને ઇજા કરી લેનાર યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં વાવડી રોડે જાહેરમાં બ્લેડ વડે પોતાના હાથે છેકા મારીને ઇજા કરી લેનાર યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે યુવાને કોઈ કારણોસર બ્લેડ વડે પોતાના જમણા હાથમાં છેકા મારીને ઇજા કરી લીધી હતી. જેથી કરીને તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં-૧૫ માં રહેતો ગિરીશ નરેન્દ્રભાઈ કંઝારીયા (૨૦) નામનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે હતો ત્યારે ત્યાં તેણે પોતાની જાતે પોતાના જમણા હાથ પર બ્લેડ વડે છેકા મારીને ઇજા કરી લીધી હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.

પરિણીતા સારવારમાં

મોરબીના વિસ્તારમાં મિલની ચાલીમાં રહેતા સારબાઈ ઝાકીરભાઇ મોવર (૨૬) નામની પરણીતાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને ગુલશનબેન સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવી હતી અને તેમની પાસેથી મળતી વિગત પ્રમાણે સાસુ સાથે ઝઘડો થતાં પરણીતાને મારામારીમાં ઈજા થયેલ હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા ઝવેરભાઈ માવજીભાઈ દેલવાણીયા (૩૨) નામનો યુવાન મોરબીના શોભેસ્વર રોડ ઉપર હતો ત્યારે કોઈ અન્ય વાહન ચાલાકે તેને ટક્કર મારતા તે રસ્તા ઉપર પડી ગયો હતો જેથી તેને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.

કાર અને બાઈક વચ્ચે અકસ્માત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સુરેન્દ્રનગરના મોટી અંકેવાળીયાના રહેવાસી નિકુલ વ્રજલાલ મોટકા (૨૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બાઈક લઈને યુવાન કારખાનેથી પરત આવતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ છે જેથી તેને સારવારમાં લઈને આવ્યા છે.






Latest News