મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

હાઈટેક લૂંટારુ !: હળવદમાં યુવાનનું અપહરણ કરી રોકડ-ગૂગલ પેથી ૧૪,૫૦૦ ની લૂંટ, અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ


SHARE







હાઈટેક લૂંટારુ !: હળવદમાં યુવાનનું અપહરણ કરી રોકડ-ગૂગલ પેથી ૧૪,૫૦૦ ની લૂંટ, અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ

હળવદમાં મોરબી ચોકડી પાસે રહેતા યુવાનના ગળે છરી મૂકીને સરા રોડ ઉપર નર્મદા કેનાલ પાસેથી બાઈકમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને એક રૂમ ઉપર લઈ જઈને ત્યાં માર માર્યો હતો તેમજ સુમસાન જગ્યાએ લઈ જઈને તેને લાકડીથી માર મારીને તેની પાસેથી રોકડા રૂપિયા ૪૫૦૦ તથા મોબાઈલ ફોન ઉપરથી ગૂગલ પે માં 10,000 ટ્રાન્સફર કરાવીને કુલ મળીને ૧૪,૫૦૦ ની લૂંટ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ અજાણ્યા શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં હળવદની મોરબી ચોકડી પાસે જહોન-ડીયર શોરૂમની પાછળના ભાગમાં ભાડાના મકાનમાં રહેતા પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવત (૨૬) નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદના સરા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસે તે તા.૧૦ ના રોજ રાત્રિના ૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમ્યાન હાજર હતો ત્યારે ત્યાં અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેના ગળા ઉપર છરી મૂકીને તેનું બાઈક ઉપર અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને એક રૂમમાં લઈ જઈને ત્યાં ધોલ ધપાટ કરવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ ત્યાંથી તેને સૂમસાન જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને તેના પેન્ટના કિસ્સામાંથી રોકડા રૂપિયા ૪૫૦૦ તેમજ મોબાઇલ ફોનમાં ગૂગલ પે થી ૧૦,૦૦૦ ટ્રાન્સફર કરાવીએ કુલ ૧૪,૫૦૦ ની લૂંટ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. કે.એન. જેઠવા ચલાવી રહ્યા છે






Latest News