મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે ઝંપલાવનાર પરિણીતા સારવારમાં


SHARE







મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે ઝંપલાવનાર પરિણીતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મયુર પુલ ઉપરથી નીચે નદીના પટમાં પાણીમાં કૂદકો માર્યો હતો જેથી તેને મહિલાને તાત્કાલિક સારવાર માટે તેના પતિ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં રહેતા જીતેન્દ્રભાઈ રૂગનાથભાઈ ઉભડિયાના પત્ની લક્ષ્મીબેન જીતેન્દ્રભાઈ ઉભડિયા (૨૭)એ ગત તા. ૫/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે નદીના પટમાં પાણીમાં કુદકો માર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પતિ જીતેન્દ્રભાઈ ઉભડિયા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ એલ. આર. ચૌહાણ ચલાવી રહ્યા છે વધુમાં મળતી વિગત પ્રમાણે એક માસ પહેલા મહિલાના માતાનું અવસાન થયું હતું જેના પગલે આ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અનિલભાઈ બચુભાઈ સોલંકી (૩૨) નામના યુવાનને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે બાપા સીતારામ હોટલ પાછળના ભાગમાંથી પસાર થયેલા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ (૩૦) રહે. રેસા સીરામીક વાળાનું બાઈક થ્રી વ્હીલ વાહન સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News