મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાર્કિંગ બાબતે માર મારીને ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







મોરબીમાં પાર્કિંગ બાબતે માર મારીને ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે ટ્રક પાર્કિંગના સંબંધમાં ઘાતક હથિયાર વડે માર મારીને ગંભીર ઈજા કરવામાં આવી હતી જે ગુનામાં ૧૩ વર્ષે ધરપકડ કરાયેલ આરોપી રાજેન્દ્ર બિશ્નોઈને કોર્ટે વકીલની દલીલને ધ્યાને રાખીને જામીન મુક્ત કરવા હુકમ કરેલ છે

આ કામની ફરીયાદ એવી છે કે, આ કામના ફરીયાદીએ આરોપીને તેની ટ્રક સાઈડમાં પાર્ક કરવાનું કહેતાં આરોપીએ ઉશ્કેરાઇ જઈને ફરિયાદીને ગાળો આપી હતી અને ફરિયાદીના ભાઈએ આરોપીને ગાળો બોલવાનીના કહેતા આરોપીએ ઇજા પામનાર ફરિયાદીના ભાઈને બે થપાટ મારી પોતાના ટ્રકમાથી કાઢવા જતા તેને માથામા કાંઈક વાગતા માથામાંથી લોહી નિકળતા તેનો ખાર રાખીને આરોપીએ લોખંડના પાઈપ વતી ઇજા પામનાર સાહેદને માથામા ફેકચર કરીને ગંભીર ઈજા કરી હતી અને અન્ય આરોપી રાજેન્દ્ર બિશ્નોઇએ ઇજા પામનાર સાહેદને લોખંડના પાઈપથી ખંભાના ભાગે ગંભીર ઈજા કરીને ગુનો કર્યો હતો જેથી આઇપીસી કલમ ૩૨૫, ૩૨૬  વિગેરે હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસમાં પોલીસ દ્વારા આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્નોઈ ૧૩ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીએ મોરબીના વકીલ જે.ડી.સોલંકી મારફત ડિસ્ટ્રીક્ટ કોર્ટમા જામીન અરજી કરેલ હતી. આ જામીન અરજીની કામગીરીમાં બંને પક્ષોની તમામ દલીલોને અંતે કોર્ટે આરોપીના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રાજેન્દ્ર બિશ્નોઈને શરતી જામીન મંજૂર કરેલ છે






Latest News