હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ: સંમેલન માટે તૈયારી


SHARE







મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ: સંમેલન માટે તૈયારી

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે અને આગામી દિવસોમાં હાઇકોર્ટમા જવાની પણ ચીમકી ઉચ્ચારી છે તેમજ મોરબીમાં પાટીદાર સંમેલન બોલાવવા માટે અગત્યની મિટિંગનું મોરબીમાં આયોજન કરાયું છે

થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ની લાગણી છે અને ગત શનિવારે મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની ને ૪૮ કલાકનું માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેના દ્વારા માફી માંગવામાં આવી નથી જેથી કરીને આજ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે અને આજે મોરબીમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓની બેઠક બાદ પાટીદાર સંમેલન માટે લેવાશે નિર્ણય લેવાશે તેવુ આગેવાનો જણાવ્યુ છે






Latest News