મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી પોલીસે દારૂના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો


SHARE







મોરબી પોલીસે દારૂના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી આરોપી નાસતો ફરતો હતો જે આરોપી મોરબીની ત્રાજપર ચોકડી પાસે હોવાથી પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.


મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને પકડવા માટે કામ કરી રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં આરોપી વિપુલ મનસુખ ધલવાણીયા નાસતો ફરતો હતો જે આરોપી ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસ પાસે હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જઈને આરોપી વિપુલ મનસુખ ધલવાણીયા (૨૨) રહે. મોટા માત્રા તાલુકો વીંછીયા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ કે.એમ. છાસીયા તેમજ મદારસિંહ મોરી, ભગવાનભાઈ ખટાણા, વિજયભાઈ મુળુભાઈ, ચંદ્રસિંહ કનુભાઈ, ભરતભાઈ આપાભાઈ, કલ્પેશભાઈ અમરશીભાઈ, રમેશભાઈ રાયધનભાઈ, કિર્તીસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી સહિતની ટીમે કરી હતી.

વાહન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાન સારવારમાં

રાજકોટના ઉપલેટા નજીક આવેલા ભાયાવદરના રહેવાથી અભિષેકભાઈ ગીરીશભાઈ કાસુન્દ્રા નામના ૩૩ વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને ભાયાવદર નજીક આવેલ ખાખી જાળીયા રોડ ઉપરથી જતો હતો ત્યાં પેટ્રોલ પંપ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.તે રીતે જ સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા કોંઢ ગામના વતની કરણસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ૩૬ વર્ષના યુવાનને પણ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સામે આવ્યું હતું કે, કરણસિંહ ગામમાંથી બાઇક લઈને પસાર થતા હતા ત્યાં રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામતા સારવાર માટે મોરબી લવાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતા બળદેવભાઈ જયંતીભાઈ ઉઘરેજા નામના ૫૦ વર્ષના આધેડને તેમના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News