મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : મોટી બરાર ગામે જ્ઞાનસેતુ-જ્ઞાનસાધના પરીક્ષાના તાલીમ વર્ગની મુલાકાત લેતા ડીડીઓ


SHARE











મોરબી : મોટી બરાર ગામે જ્ઞાનસેતુ-જ્ઞાનસાધના પરીક્ષાના તાલીમ વર્ગની મુલાકાત લેતા ડીડીઓ

માળિયા તાલુકાના મોટી બરાર ગામની રત્નમણિ પ્રા.શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પરીક્ષાની પૂર્વ તૈયારી માટે દર રવિવારે તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે.આ તાલીમ વર્ગનું સંચાલન નાની બરાર સીઆરસી કો-ઓર્ડીનેટર જયેશભાઈ રાઠોડ દ્વારા તથા વર્ગનું શૈક્ષણિક કાર્ય સીઆરસીમાં સમાવિષ્ટ શાળાઓના વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે.આ તાલીમ વર્ગની મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચરએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેમજ હાજર સ્વયંસેવક શિક્ષકો સાથે વાર્તાલાપ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો ઉત્તમ દેખાવ કરે તે માટેના પ્રયત્નો અંગે માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી હતી.આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, માળિયા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ રાઠોડ, પીપળી પ્રા.શાળા આચાર્ય અશ્વિનભાઈ યાદવ અને રત્નમણિ પ્રા.શાળા મોટી બરારના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા






Latest News