મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં દુકાનમા મહિલાની સાથે દુષ્કર્મના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના સેસન્સ કોર્ટમાં બ્યુટી પાર્લરમા બનેલ ચકચારી ગેંગ રેપ તથા એટ્રોસીટીનો કેશ ચાલી ગયો હતો જેમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે આ કેસની વિગત એવી છે કે, મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આરોપીઓને ફરીયાદી સારી રીતે ઓળખતા હોય અને આ કામના ફરીયાદી બ્યુટી પાર્લરનુ કામ કરતા હોય તેમજ અનુસુચિત જાતીના હોવાનુ જાણતા હતા છતાં તેણીને આરોપીઓએ પોતાની ઓફિસે બોલાવી તેને કોઈ નશાકારક પીણું પીવડાવી બેભાન અવસ્થામાં થઈ જતા તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે જે ફરિયાદ આધારે આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે જેથી કોર્ટમાં આરોપીઓ સામે સરકાર શંકા રહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેવી દલીલ કરી હતી અને સુપ્રીમ તેમજ હાઈકોર્ટના ચુકાદા પણ રજૂ કર્યા હતા અને આરોપીઓને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને કોર્ટે આરોપી ધરમ ઉર્ફે ટીટો પ્રવિણભાઈ ચૌહાણ, અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી, યશવંત ઉર્ફે ચશ વિશ્વાસભાઈ દેસાઈ, રવિ દિલીષભાઈ ચૌહાણને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.






Latest News