મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે ૪૨૨ લાખના ખર્ચે બનેલા બસ સ્ટેશનનું સાંસદ-ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ કરાયું


SHARE







વાંકાનેર ખાતે ૪૨૨ લાખના ખર્ચે બનેલા બસ સ્ટેશનનું સાંસદ-ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ કરાયું

વાંકાનેર ખાતે રૂ.૪૨૨.૭૬ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્યસભાના સંસદ સભ્ય કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી તેમજ વાકાંનેરના ધારાસભ્ય જિતેન્દ્રભાઇ સોમાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા જણાવ્યું હતું કે, નવા બસ સ્ટેશનથી નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો થયો છે. છેલ્લા ૧૦ વર્ષની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકોની સુખકારી માટેના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાનો ઉલ્લેખ કરી વાંકનેરના લોકોને પણ રાજ્ય સરકારની ભેટ સ્વરૂપે નવું બસ સ્ટેશન પ્રાપ્ત થયાનું જણાવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ જણાવ્યું હતું કે નવા બસ સ્ટેશનથી  નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. મુસાફરો બસની રાહ જોતાં હોય ત્યારે શાંતીથી બેસી શકે તે માટે સુંદર બસ સ્ટેશનું નિર્માણ કરાયું છે.

આ તકે વાંકાનેર મતવિસ્તારના ધારાસભ્ય જિતેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિકાસની ગતી ઝડપી બની છે. છેવાડાના માનવીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી લાભો પહોંચાડવામાં આવ્યા છે.  માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય અધિકારી જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે  નવીન બસ સ્ટેશન POP બેઝ બનાવવામાં આવ્યું છે. મુસાફરોને લગતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઈન રિઝર્વેશન, વિદ્યાર્થી પાસ, પૂછપરછ, દિવ્યાંગો માટે બેસવાની  તેમજ યુરીનલ માટે અલગથી વ્યવસ્થા, બેબી ફીડીંગ રૂમ સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, વાંકાનેર ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી ઉપરાંત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ હરીસિંહ ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, વિભાગીય નિયામક જે. બી. કલતોરા, ભાજપના આગેવાન હિરેનભાઈ પારેખ, અશ્વિનભાઈ મેઘાણી તથા અધિકારીઓ, કર્મયોગીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા






Latest News