ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદના નવા હોદેદારો નિમાયા, પ્રમુખ પદે ડો.જયેશભાઈ પનારા


SHARE











મોરબી ભારત વિકાસ પરિષદના નવા હોદેદારો નિમાયા, પ્રમુખ પદે ડો.જયેશભાઈ પનારા

સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની મોરબી શાખાના વર્ષ ૨૦૨૪-૨૫ ની ચુંટણી તા.૧૫ માર્ચ ગુરુવારના રોજ મહેશ હોટેલ મોરબી ખાતે પૂર્ણ થયેલ છે અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરીમાં સર્વ સમંતીથી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા નવી ટીમને જવાબદારી આપવામાં આવેલ અને હોદ્દાના શપથ લેવડાવવામાં આવેલ છે.

મોરબી શાખાના નવા હોદેદારોમાં અધ્યક્ષ પદે ડો.જયેશભાઈ પનારા, સચિવ તરીકે હિંમતભાઈ મારવાણીયાની અને કોષાધ્યક્ષ પદે ચિરાગભાઈ હોથીની વરણીઓ કરવામાં આવેલ છે. ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા યોજાયેલ સાધારણ સભામાં રીજીયન સેક્રેટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, રીજીયન સેક્રેટરી સંપર્ક વિભાગના જેઠસુરભાઈ ગુજરિયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંગઠન મંત્રી કરશનભાઈ મેહતા તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત એનજીએસસીના સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા તથા આનંદનગર શાખા રાજકોટના અધ્યક્ષ રમેશભાઈ દત્તા હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન મોરબી શાખાના સંગઠન મંત્રી તથા સોરાષ્ટ્ર કચ્છના ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસયોજક દિલીપભાઈ પરમારએ કર્યુ હતું તથા મોરબી શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News