સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે પેપર મીલમાં ઉપરથી નીચે પડ્યા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે પેપર મીલમાં ઉપરથી નીચે પડ્યા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ પેપર મીલમાં ભંગાર કાપવાનું કામ યુવાન કરી રહયો હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પડતા માથામાં ગંભીર થવાથી તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ બેલોન પેપર મીલમાં ભંગાર આપવાનું કામ કરતા સમયે ઊંચાઈ ઉપરથી આસમોહમ્મદ શોકીન સેફી જાતે મુસ્લિમ (૨૫) રહે. બેલોન પેપરમીલ માટેલ રોડ વાંકાનેર વાળા નીચે પટકાયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News