મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ


SHARE







મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હોદેદારો દ્વારા પક્ષમાંથી રાજીમાના મૂકવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને તેની કોપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખને મોકલવી આપેલ છે

તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પમુખ તરીકે કિશોરભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવી છે ત્યાર પછીથી કોંગ્રેસમાંથી ઘણા આગેવાનોએ રાજીનામાં આવેલ છે અને ગઇકાલે વધુ સાત હોદેદાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી અને પક્ષમાંથી રાજીનામાં આપેલ હતા તેવામાં આજે સવારે મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા દ્વારા તેઓના હોદા ઉપરથી અને પક્ષમાંથી સ્વેચ્છિક રાજીનામું આપવામાં આવ્યું છે અને તેની કોપી તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલવી આપેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું બાદ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવી લીધેલ છે અને તેની સાથે લગભગ ૨૦૦ જેટલા લોકોએ કોંગ્રેસ છોડીને કેસરિયા કર્યા હતા અને હજુ પણ મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપવાનો સિલસિલો યથાવત છે






Latest News