ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બુટલેગરો બેફામ: પોલીસને બાતમી આપતા હોવાની શંકા આધારે વેપારી ઉપર ત્રણ શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો


SHARE











વાંકાનેરમાં બુટલેગરો બેફામ: પોલીસને બાતમી આપતા હોવાની શંકા આધારે વેપારી ઉપર ત્રણ શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા વેપારીને પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને ત્રણ બુટલેગરો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વેપારીને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર દેશી વિદેશી દારૂ તથા અન્ય માદક પ્રદાર્થો જ માંગો તે મળે તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ત્યારે બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ વાંકાનેર શહેરની અંદર જોવા મળ્યો છે વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારની અંદર ચા ની ભૂક્કીનો વેપાર કરતા અને ગોપાલ ટી નામની દુકાન ધરાવતા નીતિનભાઈ રમણીકલાલ ખેરૈયા (૫૫) નામના આધેડને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેઓ તેના ઘર પાસે હતા ત્યારે રિતેશ વનરાજ ઝાલા અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા નીતિનભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટેની કવાયત હોસ્પિટલ મારફતે કરવામાં આવી છે વધુમાં ઇજા પામેલા આધેડની દીકરી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રિતેશ અને તેની સાથે આવેલા શખ્સો બુટલેગર હતા અને પોલીસને બાતમી આપે છે તેવું કહીને તેની શંકા રાખીને માર માર્યો હતો જેથી ઈજા પામેલા તેના પિતાને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈને આવેલ છે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ગત રવિવારે આ શખ્સો તેના પિતા પાસે આવ્યા હતા ત્યારે ૩૫૦૦ ની કિંમતની ઘડિયાળ લઈ ગયા હતા અને ગઈકાલે જ્યારે માર મારવામાં આવ્યો ત્યારે તેઓની પાસેથી રોકડા ૮૦૦૦ રૂપિયા આ શખ્સો લઈ ગયેલ છે જેથી પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપ બાદ પોલીસ દ્વારા બુટલેગરો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આગળની સમય જ બતાવશે.

મારામારીમાં ઇજા

મોરબીમાં પાડા પુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સિકેત બાળકુમાર ભાભોર (૨૦) નામના યુવાનને મારામારીમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News