મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામે વાહનના ભાડાનો હિસાબ માંગતા યુવાન અને તેની પત્નીને માર માર્યો: દીકરીને મારી નાખવાની ધમકી..!


SHARE







વાંકાનેરના જાલીડા ગામે વાહનના ભાડાનો હિસાબ માંગતા યુવાન અને તેની પત્નીને માર માર્યો: દીકરીને મારી નાખવાની ધમકી..!

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા યુવાનની બોલેરો ગાડી ભાડે પેટે રાખેલ હોય તેનો હિસાબ માંગ્યો હતો ત્યારે આરોપીએ ગાળા ગાળી કરી હતી અને ફરિયાદી તથા તેની પત્નીને મૂઢ માર માર્યો હતો અને તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામના મૂળ રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ મન મંદિર બસ સ્ટેશન પાછળ રહેતા સુરેશભાઈ સામતભાઈ ચૌહાણ (૩૭)એ હાલમાં ભુપતભાઈ, ગોપાલભાઈ, મીનાબેન ભુપતભાઈ અને રાણીબેન ગોપાલભાઈ રહે. બધા જાલીડા વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી ભુપતભાઈએ બોલેરો ગાડી નંબર જીજે ૧૧ ટીટી ૬૨૮૭ ભાડા પેટે લઈ ગયેલ હોય જેનો હિસાબ તેઓએ માંગ્યો હતો અને ત્યારે આરોપીએ ગાળા ગાળી કરીને ફરિયાદી તથા તેના પત્ની હંસાબેનને મૂઢમાર મારીને ઈજા કરી હતી અને તેની દીકરી બંસીને રાણીબેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News