મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પકડાયો


SHARE







મોરબીમાંથી લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પકડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું લાલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે એકાદ માસ પહેલા પરીવારના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જવામાં આવ્યું હતુ અને શોધખોળ છતાં પણ સગીરાનો પતો ન લાગતા અંતે કચ્છના લાકડીયા ગામના શખ્સની સામે હાલ અપહરણ અને દુષ્કર્મ સંદર્ભે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી જેમાં પોલીસ દ્રારા આરોપી શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલા ભીમસર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીનું ગત તા.૨૦-૧-૨૪ ના રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સાથે લઈ જઈ અપહરણ કરવામાં આવ્યું હતું.જે બાબતે હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રકાશ મહાદેવભાઈ પઠાણ રહે.લાકડીયા જી.કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ હોય બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ દ્વારા અપહરણ તેમજ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ પ્રકાશ પઠાણ નામના કચ્છના લાકડીયા ગામના ઇસમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવમાં આરોપી પ્રકાશ મહાદેવભાઇ પઠાણ (૩૦) રહે.ભીમાસર તાલુકો અંજાર જિલ્લો કચ્છની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આરોપી પ્રકાશ પઠાણનો ભાઈ મોરબી ખાતે રહીને કારખાનામાં મજૂરી કામ કરે છે.તેમજ તેની માસી ભોગ બનનાર સગીરાના વિસ્તારમાં જ રહેતા હોય અને તે ઇસમની કૌટુંબિક બહેન પણ અહીં આ વિસ્તારમાં રહેતી હોય તે અહીં આવતો જતો હતો.દરમિયાનમાં સગીરાને લગ્નની લાલચ આપીને તેણીની સાથે બદકામ કરવાના ઇરાદે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કચ્છ લઈ જઈને અવારનવાર તેણીની સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.હાલ નોંધ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ દ્રારા પ્રકાશ પઠાણની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વજેપરા વિસ્તારમાં રહેતા શહેનાઝબેન સોહિલભાઈ મકરાણી નામના ૨૫ વર્ષીય મહિલા કાળુ ફિનાઈલ પી ગયા હતા.જેથી તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે હોસ્પિટલથી યાદી આવતા પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલ શેરીમાં આવેલ સંત કબીર વાટિકા સોસાયટીમાં રહેતા ધારાબેન રાકેશભાઈ અઘેરા નામના ૨૭ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે સમજુબા સ્કૂલના ઢાળિયા પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામતા તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા કાનજીભાઈ ગોવિંદભાઈ હડિયલ નામના ૩૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યો હતો.મોરબીના કેનાલ રોડ પાસે આવેલ એસપી રોડ પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમા તેને ઈજા પહોંચી હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.






Latest News