મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર તલવાર-ધોકા વડે હુમલો કરવાના ગુનામાં ચાર પૈકીનાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાન ઉપર તલવાર-ધોકા વડે હુમલો કરવાના ગુનામાં ચાર પૈકીનાં બે આરોપીની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન થોડા દિવસો પહેલા પોતાની સ્કોર્પિયો ગાડી લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મુકેલા બાઈકને હટાવવા માટે થઈને કહ્યું હતું જે સામે વાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના ઘર પાસે જઈને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે અને તલવાર વડે હુમલો કર્યો હતો અને યુવાનને માથામાં તથા શરીરે માર મારીને ઇજાઓ કરી હતી જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-૧ માં રહેતા સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા જાતે દરબાર (૨૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અસલમ સલીમભાઈ ચાનિયારહીશ ઉર્ફે ભાણોઅસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૧૦ ડીઆર ૦૦૭૭ લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અસલમના દીકરાએ બાઈક આડુ ઉભું રાખ્યું હતું જેને રોડ સાઈડમાં લેવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને રહીશ ઉર્ફે ભાણો ફરિયાદીના ઘર પાસે બાઈક લઈને આવ્યો હતો અને ત્યાં તેને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ અસલમ સલીમભાઈ ચાનિયાએ તલવાર વડે હુમલો કરીને યુવાનને માથાના ભાગે માર મારી ઇજા કરી હતી તેમજ અસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ હતો તેણે પાટા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં પરવેઝ ઉર્ફે પવલો આદમભાઇ ચાનીયા જાતે સંધિ (૨૧) અને સાકીર રજાકભાઈ બ્લોચ જાતે મકરાણી (૨૧) રહે. બંને કાલિકા પ્લોટ મોરબી વાળની પીએસઆઇ સી.એસ. સોંદરવા અને તેની ટીમે ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News