મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવાયો


SHARE











મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવાયો

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તા ૧૬ ફેબ્રુઆરીએ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા અને ત્યારે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું કે, યોગ આસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ છે. આ એક માત્ર આસનથી શરીરને પૂર્ણ વ્યાયામ મળે છે. તેના રોજિંદા અભ્યાસથી આપણું શરીર રોગમુક્ત, સ્વસ્થ બને છે અને આપણો ચહેરો ચમકદાર બને છે.  મહિલાઓ હોય કે પુરૂષો, બાળકો હોય કે વૃદ્ધો, સૂર્ય નમસ્કાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે વધુમાં જણાવ્યુ હતું કે, સૂર્ય નમસ્કારમાં કુલ ૧૨ મુદ્રાઓનો સમાવેશ થાય છે આજે (રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી ,નર્મદા જયંતીના દિવસે) સાર્થક વિદ્યા મંદિર ખાતે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાયો હતો. અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે સાર્થક વિદ્યામંદિરના દરેક ધોરણમાં સૂર્ય નમસ્કાર શીખવવામાં આવે છે અને કરાવવામાં આવે છે પરંતુ આજના દિવસને અનુસંધાને યુકેજીના બાળકો તેમજ ધો. ૯ થી ૧૧ ના વિદ્યાર્થીઓને ઉજવણીમાં સંમેલિત કરવામાં આવ્યા હતા. અને સાર્થક વિદ્યામંદિરના યોગ આચાર્યો કમલેશભાઈ, તેજલબેન, મીનલબેન અને પાયલબેન દ્વારા સૂર્ય નમસ્કાર કરાવાયા હતા તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે માહિતી આપતા જણાવ્યુ હતું






Latest News